1st May – 2 Proud Moment

૧ મે એટલે આપણા ગુજરાત રાજ્ય નો સ્થાપના દિવસ. 1 મે ૧૯૬૦ ના રોજ “The State Of Bombay” ના બે ભાગ પડ્યા એક ભાગ મહારાષ્ટ્ર અને બીજો ભાગ એટલે આપણુ ગુજરાત. ગુજરાત નામ સંસ્કૃત શબ્દ “ગુર્જરદેસા” પરથી પાડવામાં આવ્યું છે. ગુર્જરદેસા નો મતલબ થાય “The Land Of Gurjaras”.

ગુજરાત એ ગુજરાતીઓ નું ઘર છે. ગુજરાત ને આગવી ઓળખ આપી એવા મહાત્મા ગાંધી જેમને આપણા દેશ ને અંગ્રેજો થી આઝાદી અપાવી અને સરદાર વલ્લભભાઈ પટેલ જે પ્રજાસતાક ભારત ના સ્થાપક હતા. ગુજરાત એના સાહિત્યકાર માટે પણ ઘણું પ્રખ્યાત છે જેવા કે હેમચંદ્રાચાર્ય, નરસિંહ મેહતા, મીરાબાઈ, અખો, દલપતરામ, નર્મદ, ઉમાંશાકાર જોશી, પન્નાલાલ પટેલ વગેરે…. કવિ કાન્ત, ઝવેરચંદ મેઘાણી અને કલાપી જેવા પ્રખ્યાત કવિ પણ ગુજરાત માં થઇ ગયા. ગુજરાતી ખાવાની વાત કરીએ તો પ્રખ્યાત એવી ગુજરાતી થાળી કે જેમાં રોટલી, ભાખરી, રોટલો, થેપલા, દાળ ,ભાત, કઢી, ખીચડી, શાક, ફરસાણ બધા નો સમાવેશ થાય છે. ગુજરાતી સિનેમા માં પણ ક્યાંય પાછું પડે એમ નથી ગુજરાતી પહેલી ફિલ્મ નરસિંહ મેહતા કે જે ૧૯૩૨ માં પ્રખ્યાત થઇ હતી. ગુજરાતી સંગીત કે જે સુગમ સંગીત ના નામે પ્રખ્યાત છે. અને તહેવાર માં તો ગુજરાત જેવી નવરાત્રી, દિવાળી, હોળી તમને ક્યાય જોવા ના મળે. પર્યટન જગ્યા માં પણ ગુજરાત પાછું પડે એમ નથી અને પડે પણ કેમ જેની ધરા પર કચ્છ નું સફેદ રણ હોય અને સાપુતારા ની પર્વતીય હારમાળા હોય અને આના સીવાય પણ બીજું ઘણુબધું જેમકે સાબરમતી આશ્રમ, સોમનાથ, દ્વારકા, કીર્તિ તોરણ, અક્ષરધામ, સૂર્ય મંદિર, વિજયવિલાસ વગેરે વગેરે …..આના સિવાય ગુજરાત ના એવા ચિન્હો ની વાત કરીએ કે જેણે ગુજરાત ને આગવી ઓળખ અપાવી તો એમાં પ્રથમ છે એની ભાષા ગુજરાતી બોલવામાં પણ મીઠી અને સંભાળવા માં પણ મીઠી, બીજું છે ગુજરાતી ઓ ની શાન વધારે એવું ગીત “જય જય ગરવી ગુજરાત” કે જે કવિ નર્મદ એ લખ્યું છે, ત્રીજું છે અહિયાં ના એશિયાઈ સિંહ જેમની એક દહાડ કેટલાય કિલોમીટર દુર સુધી સંભળાય છે, ચોથું છે અહિયાં ના ખુબ જ સરસ પક્ષી ફ્લેમિન્ગો અને પાંચમું છે જેને જોતાજ દરેક ના મોઢા માંથી પાણી ની ધાર વેહવા માંડે એવું ફળ એટલે કે કેરી…. તો આ છે આપણુ ગુજરાત. જય જય ગરવી ગુજરાત

ગુજરાત ના સ્થાપના દિવસ ની સાથે સાથે આજે બીજો એક મહત્વ પર્ણ દિવસ છે 1 મે એટલે વિશ્વ મજુર દિવસ. આજના દિવસે આપણા મજુર ભાઈ ઓ ને શત શત અભિનંદન. આખા વિશ્વ માં ૧૬૦ કરોડ મજુરો છે કે જેમના અથાગ મેહનત થી આટલા મોટામોટા કામ થાય છે. આપણ ને શું યાદ રહે છે તો એફિલ ટાવર, બુર્જ ખલીફા, ટ્વીન ટાવર પણ આ બનાવા માટે લાખો મજુરો ની મેહનત છે આના સિવાય પણ દુનિયા ના કોઈ કામ મજુરો સિવાય શક્ય નથી તો આજે એ મજુર દિવસ છે. તો આજે દુનિયા ની અજાયબી ઓ ને નઈ પણ એમને બનાવા પાછળ જેમનો હાથ છે એ મજુર ને યાદ કરવાનો દિવસ છે.

તો 1 મે એટલે ગુજરાતી ઓ માટે 2 મહત્વ પૂર્ણ દિવસો એક સ્થાપના દિવસ અને બીજો વિશ્વ મજુર દિવસ.

Don’t Spread Rumours, Duty Towards Nation

आज पुरे देश में फैली इस महामारी की वजह से किए गए लॉकडाउन का सातवा (7) दीन है| पिछले 24 घंटो में देश में कोरोना से संक्रमित लोगो की संख्या 200 से अधिक बढ़ गई है| अमरीका में ये आंकड़ा 1,64,000 के पार हो गया है| लेकिन अभी भी हमारे यहाँ कुछ जगह पे लोकडाउन का पूरी तरह पालन नहीं हो रहा हैं| वो लोग खुद के लिए ओर सरकार के लिए मुसीबत को न्योता दे रहे है| ओर एसे माहोल में भी कुछ लोग है जो सोशल मीडिया की मदद से अफवा का तूफान फैला रहे है|

हमारे यहाँ एक दौर चला आ रहा है, की हम 1 अप्रैल को लोगो को बेवकूफ बनाने के नए नए पैतरे आजमाते है| एसे महामारी के समय में भी होगे कुछ लोग जो घर बेठे बेठे टाइमपास केलिए कल यही करेगे| कुछ तो इसे भी है जो एडवांस में ही एसा करना चालू कर देंगे, चालू कर देंगे नहीं चालू कर दिया हैं| कल ही मेरे सोशल मीडिया में एक फाइल आई ओर निचे मेसेज लिखा था की लोकडाउन का पीरियड 14 अप्रैल से बढ़ा कर 30 जून तक कर दिया हैं, जेसे ही मेने वो फाइल खोली भीतर लिखा हुआ था “April Fool In Advance”| पता नहीं लोगो को एसे माहोल में भी अफवा फैला के क्या मजा आता होगा| अभी का समय है की सभी तक सही ओर पक्की जानकारिया पहोचाये ताकि लोग अपने आप को केसे संभाले ओर क्या करना सही रहेगा वो पता चले| लेकीन कुछ लोग है जो एसा नहीं चाहते| जो लोग एसा करते है वो इस महामारी के समय में पुरे समाज केलिए खतरा है|

तो आप खुद से समजिये के अभी के लिए इस अफवा के दौर को रोक दीजिये तो सभी लोगो तक सरकार जो माहिती देंगी वो पूरी तरह से सची माहिती पहोच पायेगी| अगर आप अफवा फैलाओगे तो लोग कोन सी बात पर यकीन करे वो ज्यादा कठिन हो जायेगा उन लोगो केलिए| तो मेहरबानी करके कल 1 अप्रैल को कुछ भी एसा वेसा मत वाइरल कीजिये जिससे लोगो को मुसीबत का सामना करना पड़े| आप भी समजिय ओर लोगो को भी समजाए|

“हे मानव कोनसा है ये तेरा तरीका,

कोरोना से भिड़ने का क्या यही है तेरा तरीका

नहीं, तू जो करता है वो सही है तेरे लिए,

श्राप सामान है दुनिया के बाकि लोगो केलिए

सुधारजा है मानव, वर्ना तू भी भीड़ जायेगा इस कोरोना से,

किसी की भी पहचान नहीं चलेगी इस कोरोना से

दुनिया के बेहतरीन देश का कोरोना से हो गया है खात्मा,

तो तेरा क्या मोल, पता भी नहीं चलेगा कब हो जायेगा तेरा भी खात्मा

घर रहकर अपने परिवार के साथ समय बिता ,

फिर नहीं मिलेगा एसा बेहतरीन मौका देशभक्ति का

तेरे लिए नहीं तो तेरे परिवार केलिए सोच,

जो आज भी अपनी जिमेदारी नहीं भूले उनके लिए सोच,

मगर सोच ना जरुर, अगर नहीं सोचेगा तो कोरोना से पड़ेगा तुजे ही रोना”

Kridan Patel

इस महामारी के समय अपने प्रधानमंत्री जी को पूरा सहयोग दे ओर अपने घर में रहे, सुरक्षित रहे| अपने परिवार के साथ समय बिताए| जय हिन्द|

Fight With COVID-19

LOckDoWN YoUR SelF

#lockdown21days

Humanity Towards Real Heroes

આજે આખા દેશ માં કરવામાં આવેલ લોકડાઉન નો ૪ થો દિવસ છે. આ લોકડાઉન માં પણ એવા ઘણા લોકો છે જે તેમની ડયુટી પર જાય છે એ અત્યાર ના આપણા સાચા અર્થ માં હીરો છે. કોરોના નો ડર, છતાં એ દેશ ની કરોડો ની જનસંખ્યા ને પરેશાની ના થાય માટે તે લોકો મેહનત કરી રહ્યા છે. એમના પરિવાર ને એક બીક રેતી હોય કે એમને કંઇક થઇ ના જાય પણ એમને પણ એમના પ્રત્યે ગર્વ થતો હોય જે આવા કપરા સમય માં પણ દેશ માટે એમની ડયુટી પર જઈ રહ્યા છે.

COVID-19

Let’s Be Thankful To Doctor’s And

Recall Our Humanity

Towards Them.

#LOcKDoWN21DaYs

અત્યારે જે લોકો એમની ડયુટી પર જઈ રહ્યા છે એમાં હેલ્થ વર્કર, પોલીસ, ડેરી, કિરાણા દુકાન, LPG ડીલર, પત્રકાર વગેરે …… આના સિવાય પણ એવા ઘણા લોકો છે જે એમની જવાબદારી નિભાવી રહ્યા છે. એ લોકો એમની ડયુટી પર જઈને દેશ પ્રત્યે એમનો પ્રેમ બતાવી રહ્યા છે. અને આપણે ઘર માં રહીને દેશ પ્રત્યે નો પ્રેમ બતાવાનો છે તો પણ લોકો એ નથી કરી શકતા. તમને તો ઘર માં બેસી ને તમારા જીવ ને જોખમ ના થાય એ રીતે દેશ પ્રેમ બતાવા નો છે તો પણ ઘણા લોકો બહાર નીકળે છે અને આ કોરોના ને આમંત્રિત કરે છે.

ઘણા લોકો તો એવા છે કે જે આપડા સાચા અર્થ માં હીરો છે તેમને માન પણ નથી આપતા. એ લોકો એમના જીવ ના જોખમે બહાર છે તો આપણી પણ થોડી ફરજ છે એમના પ્રત્યે માનવતા દેખાડવાનો, બીજું કઈ નઈ તો એમને આદર તો આપી જ શકો છો. વધારે તો ડોક્ટર, પોલીસ અને સરકાર ને આદર આપવાની જરૂર છે કારણકે એ લોકો એમની ફરજ બજાવે છે એટલે જ તમે અત્યારે સુરક્ષિત છો, ભલે તમે ઘર માં બંધ છો પણ સલામત તો છો ને એ એમના લીધે, તો મહેરબાની કરીને જે લોકો એમની ફરજ બજાવી રહ્યા છે એમને થોડો આદર આપો, અને નથી આપી સકતા, તો પોતાની જાત ને ઘરમાં બંધ કરી ને રાખો તો પણ એમના માટે બહુ મોટી વાત છે.

તમે ઘર માં લોક રેહ્સો તો એટલો કોરોના ઓછો ફેલાશે અને એટલા કેસ વધતા ઓછા થશે અને ડોકટરો, પોલીસ અને સરકાર ની ચિંતા માં ઘટાડો થશે, જો તમે આમ કરશો તો એમને એમ લાગશે કે અમારી મેહનત ને લોકો એ સમજી અને અમને આદર આપ્યો અને એ સાચા અર્થ માં દેશભક્તિ સમાન છે.

Thank You To All Worker Who Doing Their Duty In This COVID-19

તો બધા ને વિનંતી છે કે ૨૧ દિવસ સુધી જરૂરીયાત વગર બહાર ના નીકળે અને પોતાની જાત ને ઘર માં લોકડાઉન રાખે. સરકાર ને સહકાર આપો અને કોરોના સામે લડાવમાં એમને મદદરૂપ થાવો.

Fight With COVID-19

LOckDoWN YoUR SelF

#lockdown21days

Freedom-આઝાદી-स्वतंत्रता

આજે આ કોરોના વાઇરસ સામે લડવા માટે પ્રધાનમંત્રી દ્વારા ઉઠાવેલ નિર્ણય નો ૩ જો દિવસ છે. હજી તો માત્ર ૨ જ દિવસ થયા છે અને બધા લોકો ખુબ જ કંટાળી ગયા છે. કોઈને ઘર માં રેવાની આદત જ નથી અને તમને તો તમારા પરિવાર સાથે ઘર માં પૂરી દેવામાં આવ્યા છે. ખાલી વિચારો હવે જે લોકો પક્ષીઓ અને પ્રાણીઓ ને પીંજરા માં પૂરી રાખે છે એ પણ એકલા તો એ પક્ષી અને પ્રાણી પર શું વીતતી હશે. તમે ભલે એમને સમયસર ખાવાનું આપતા હોવ એમનું ખુબ જ ધ્યાન રાખતા હોવ પણ બીજા એમના સાથી ઓ ને આકાશ માં ઉડતા જોઈ બહાર ખુલા માં દોડા દોડ કરતા જોઈ એમની લાગણી ને કેટલી ઠેસ પહોચતી હશે.તમે તો એમને બેટા બેટા કહીને બોલાવતા હસો એ પણ તમારા માટે એટલા જ વફાદાર હશે, વફાદાર રેહવું એ એમનો સ્વભાવ છે પણ એ અંદર થી રોજ કેટલા રોતા હશે.

તમે જો ખાલી ૨ જ દીવસ માં આટલા કંટાળી ગયા છો તો પક્ષીઓ ને તો તમે આખી જિંદગી કેદ કરી રાખો છે. તમે ક્યારેય એમની લાગણી વિશે વિચાર્યું? આ એક વાઇરસ (COVID-19) થી આખું વિશ્વ હેરાન થઇ રહ્યું છે. પણ આ વાઇરસ થી આખા વિશ્વ ને ઘણી જીવન ની શીખ મળી છે. જો કદાચ આપણે ઘર માં ૨૧ દિવસ થી લોકડાઉન ના હોત તો કેદ માં રેહવાનો અનુભવ કેવો હોય એ ખબર જ ના પડી હોત. આપણે અત્યાર સુધી ખાલી બોલ્યા જ છીએ કે પક્ષી ઓ ને પૂરી ના રખાય એમને કેવું થતું હશે પણ હવે જાતે એનો એહસાસ કરી ને ખબર પડે કે એ જીવન કેવું હશે. અત્યારે આ લોકડાઉન ના પગલે બધા પોતાના ઘર માં જ રહે છે ત્યારે આ પક્ષીઓ એમનું જીવન મસ્તી થી જીવી રહ્યા છીએ. રોડ પર કોઈ વાહન નથી અને બધા ધંધા બંધ તો વાતાવરણ માં પ્રદુષણ નથી તો પક્ષી ઓ ખુલા સાફ વાતાવરણ માં મસ્તી થી ઉડી રહ્યા છે અને પ્રાણી ઓ ને પણ મજા આવી ગઈ છે. રોડ પર કોઈ નથી તો કચરો કોઈ નાખતું નથી તો એ ગંદો કચરો કોઈ પ્રાણી ના ખોરાક માં આવતો નથી તો એમના માટે પણ આ ૨૧ દિવસ નું જીવન યાદગાર બની જશે. અત્યારે માણસ, પક્ષીઓ અને પ્રાણીઓ ની જેમ પોતાની જાત ને કેદી માની ને ઘર માં પુરાઈ રહ્યો છે. પક્ષીઓ અને પ્રાણીઓ પોતાને આઝાદ માનીને આઝાદી માણી રહ્યા છે. એમને આઝાદ જોઈ ને ચેહરા પર એક સ્મિત નો ભાવ આવે છે

જે લોકો હજી પણ પક્ષીઓ ને કેદ રાખતા હોય એ આ જરૂર થી વાંચે અને થોડું વિચારે, એમને ચોક્કસ આ ૨૧ દિવસ માં આ નો અનુભવ થઇ જ જશે અને જાતે જ સમજી જશે.

હજી પણ ઘણા લોકો લોકડાઉન ને ગંભીરતાથી નથી લઇ રહ્યા એ લોકો ખાલી ઇટલી ના આંકડા જુવે અને એમાંથી કઈક શીખે અને બીજા માટે નઈ તો પોતાના પરિવાર માટે ઘર માં રહે, અને પરિવાર નું પણ ના વિચાર આવે તો પોતાના માટે ઘર માં રહો, અને પ્રધાનમંત્રી જી ના નિર્ણય ને સહકાર આપો અને આ વાઇરસ ની કડી તોડવામાં મદદરૂપ બનો….

Fight With COVID-19

LOckDoWN YoUR SelF

#lockdown21days

"Profit And Loss" Related To Everyone's Life.

અત્યારે આપણા દરેક ના જીવન માં એક “કોરોના” રૂપી વાઇરસ નો કાળ વરસી રહ્યો છે. આખી દુનિયા આનો શિકાર બની છે ત્યાં આપણા દેશ માં પણ હવે આ વાઇરસે એનો કાળ દેખાડવાનું ચાલુ કરી દીધું છે. પણ આપણા પ્રધાનમંત્રી જી એ કાલે એમની સ્પીચ માં બધા ને સાંત્વના આપી છે કે કોઈને ગભરાવાની ની જરૂર નથી. જેટલો સાથ આપણે એમને આપીશું એટલું જ એ સારી રીતે એમનું કામ કરી શકશે.

અત્યાર ની પરિસ્થિતિ ને ધ્યાન માં રાખીએ તો દરેક જગ્યા એ લોકો વાત કરતા હશે કે કેટલી ઈકોનોમી નીચે આવશે. ખુબ જ નુકસાન થાય છે દુનિયા માં. પણ આપણે નફા અને નુકશાન ને એક જ રીતે વિચારીએ છીએ.

જીવન માં પળે પળે નફો-નુકશાન થતો હોય છે. નફો-નુકશાન એટલે માત્ર રૂપિયા નો જ હોય એવું જરૂરી નથી નફો-નુકશાન એટલે ખુશી, સબંધો , દુઃખ, મિત્રો, પરિવાર ઘણા બધા સ્વરૂપે હોય છે. શું જીવન માં નફા-નુકશાન ની વાત આવે ત્યારે માત્ર રૂપિયા થી જ એને જોડવા માં આવે એ સાચી વાત છે? ના, એવું જરાય ના હોવું જોઈએ. રૂપિયા નું નફા-નુકશાન તો હોય જ છે પણ જોડે જોડે જીવન ના એવા કેટલાય પાસા હોય છે જ્યાં તમને રૂપિયા ના નુકશાન ની સામે કેટલાક એવા નફા પણ મળે જેને તમે કદાચ રૂપિયા માં બદલવા જાઓ તો તેની સામે કરોડો રૂપિયા પણ ઓછા પડે માટે નફા-નુકશાન ને રૂપિયા સિવાય બીજા જીવન ના એવા પેહલું ઓ સાથે એને જોડો કે જે તમારા જીવન માં બહુ જ જરૂરી છે. આપણે દરેક વિશે આગળ વાત કરીએ.

આપણા દેશ ની જન સંખ્યા ૧૩૮ કરોડ છે. ૧૩૮ કરોડ માં એવા કેટલાય લોકો છે જેમની પાસે રૂપિયા ની કોઈ ખોટ જ નથી પણ એ રૂપિયા શું કામના? ક્યારેક એમના પરિવાર જોડે જઈને એમના પત્ની, મમ્મી-પપ્પા અને બાળકો જોડે વાત કરી કે એમના પતિ, છોકરો, કે પપ્પા એમની સાથે કેટલો સમય પસાર કરે છે. એમાં કોઈ શંકા ને સ્થાન નથી કે એ લોકો જે મેહનત કરે છે એ લોકો માટે જ કરે છે. એમના પરિવાર ની ખુશી ઓ માટે જ એ આટલી મેહનત કરતા હોય. એમની જોડે એવી સુખ સાહિબી હશે જે અમુક પરિવાર કદાચ એમના સપના માં પણ નઈ જોતા હોય. એ માણસ ને પૂછવું કે એ કેટલી ચિંતા માં હોય છે રાત્રે સરખી રીતે ઊંઘી પણ નઈ સકતો હોય, પણ એમના માટે આ બધું કદાચ રોજ નું થઇ ગયું હોય એટેલે એમને આ બધી વસ્તુ થી કદાચ ફરક ના પડતો હોય……… જો રૂપિયા ની દ્રષ્ટી થી જોઈએ તો એ લોકો ખુબ જ સુખી છે અને નસીબદાર પણ છે. પણ આપણે અહિયાં વાત કરીએ છે એમ રૂપિયા સિવાય થોડું અલગ વિચારીએ તો રૂપિયા માં એમનો નફો ૧૦૦% હશે પણ જરાક એમને પૂછીએ કે તમે તમારા પરિવાર એટલે કે મુમ્મ્ય-પપ્પા ની કેટલી સેવા કરી, તમારી પત્ની જોડે બેસી ને કોઈ દિવસ એકલા શાંતિ થી પ્રેમ ની વાતો ક્યારે કરી કે એમને બહાર ક્યારે લઇ ગયા, તમારા છોકરાઓ જોડે મસ્તી ક્યારે કરી એમના બાળપણ ની ખુસી માં ક્યારે સહભાગી થયા, કેવાય છે ને બાળપણ એક એવી વસ્તુ છે જેને માણસ જીવનભર યાદ રાખે છે અને વિચારે કદાચ એ બાળપણ ના દિવસો ફરી પાછા આવી જાય…. બાળપણ માટે ખુબ સરસ કેવાય છે કે …..

“Childhood is not a race,

it’s a journey.”

ત્યારે એ માણસ પાસે એક જ જવાબ હશે “Time” કે કામ માં એટલો બધો વ્યસ્ત હતો કે મને સમય જ ના મળ્યો. પણ ત્યારે એ માણસ ને પૂછવાનું કે તમારા માં બાપે જો તમને સમય ના આપ્યો હોત તો તમે અત્યારે જ્યાં સુધી છો ત્યાં પહોચી શક્યા હોત? તમે રૂપિયા પણ તમારા પરિવાર માટે જ કમાવો છો એમાં કોઈ શંકા નથી પણ રૂપિયા ની સાથે સાથે તમારા પરિવાર ને તમારી પણ જરૂર હોય છે એ તમે તમારા કામ માં નજરઅંદાજ કરો છો. તમને રૂપિયા નો નફો થાય પણ તેની સામે તમને કેટલા બધા નુકશાન થાય એ તમે જોઈ જ શકો છો. અને આ બધા નુકશાન તમાતા નફા કરતા તો વધારે જ નહિ જ હોય. અને આ બધા નુકશાન એ કોઈ જ ધ્યાન માં લેતું નથી.

તમે સામાન્ય કોઈ પણ માણસ ના જીવન માં જોશો તો તમને લાગશે કે એમના જીવન માં ભલે રૂપિયા નું એટલું સુખ ના હોય પણ એમના જીવન માં બીજા ઘણા બધા નફા થતા હોય છે એ તમને જાતે જ ખબર પડશે. સાચા અર્થ માં તો જીવન એ લોકો જ જીવે છે. જે લોકો ખાલી રૂપિયા નું જ મહત્વ જોતા હોય છે એ લોકો ખાલી અઠવાડિયા માં એક દિવસ પોતાના પરિવાર ને આપીને જુઓ, ભલે તમને એક દિવસ ના રૂપિયા નું નુકશાન દેખાશે પણ એની સામે તમને તમારા માં-બાપ, પત્ની, છોકરા ઓ ના ચેહરા પર જે ખુશી જોવા મળશે શું એ તમારા માટે કોઈ નફા કરતા ઓછું છે? અને કેહવાય છે ને જીવન માં માણસ પોતાના અનુભવ થી જેટલું શીખે એટલું વધારે આગળ આવે, તો આ અનુભવ પણ જાતે જ કરી જુઓ અને અનુભવ કર્યા પછી જો તમને લાગે તો અઠવાડિયા માં એક દિવસ તમારા પરિવાર ને જરૂર થી આપજો.

અત્યારે આ “કોરોના વાઇરસ” ના પગલે સરકારે ૨૧ દિવસ ઘર માં રેહવાની અપીલ કરી છે. તો તમારી પાસે ૨૧ દિવસ નો સમય છે આ વાત ને સમજવા માટે. તો આ વાત ને ધ્યાન થી વિચારજો અને કોરોના નો કહેર પતે પછી આનો અમલ કરજો પણ કોરોના નો નિકાલ ના થાય ત્યાં સુધી સરકાર ને સાથ સહકાર આપો અને તમારા ઘર માં જ તમારી જાત ને બંધ કરી ને પરિવાર સાથે સમય વિતાવો અને સરકાર ને સહકાર આપો.

Fight With COVID_19

LOckDoWN YoUR SelF

This Is A Real Profit, TO Spend Some Quality Time With Your Family.